ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨-૨૬
૨૨
જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
૨૩
આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
૨૪
આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
૨૫
હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.
૨૬
યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.
Settings