Skip to content
ગણના ૭:૪-૯

લેવીઓને આપવામાં આવેલી ભેટો

ગણના ૭:૪-૯
૪
પછી યહોવાહે મૂસાને કહ્યું કે,
૫
“તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ.”
૬
તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા.
૭
બે ગાડાં અને ચાર બળદો તેણે ગેર્શોનના દીકરાઓને તેઓની સેવા મુજબ આપ્યા.
૮
અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવાઓ મુજબ હારુન યાજકના દીકરા ઈથામારની આગેવાની હેઠળ આપ્યા.
૯
પરંતુ કહાથના દીકરાઓને તેણે કંઈ જ આપ્યું નહિ, કારણ કે તેમનું કામ પવિત્રસ્થાનના સંબંધમાં હતું અને તેને તેઓ પોતાના ખભા ઉપર ઊંચકી લેતા હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options