Skip to content
ગણના ૧:૧-૧૪

ગણના ૧:૧-૧૪

૧
સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,
૨
“ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
૩
જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
૪
અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
૫
તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
૬
શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
૭
યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.
૮
ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.
૯
ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
૧૦
યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
૧૧
બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
૧૨
દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.
૧૩
આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
૧૪
ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0