નહેમ્યા ૭:૭૦-૭૨
૭૦
¶ પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
૭૧
પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.
૭૨
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
Settings