નહેમ્યા ૩:૧૩-૧૫
૧૩
¶ હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાનું સમારકામ કરતા હતા. તેઓએ તે કામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા અને તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી. તેઓએ કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલી લાંબી દીવાલનું સમારકામ કર્યું હતું.
૧૪
¶ કચરાના દરવાજાનું સમારકામ રેખાબનો દીકરો માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. તેણે તેનું સમારકામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા. તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી.
૧૫
¶ કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો.
Settings