નહેમ્યા ૧૩:૧૦-૧૩
૧૦
¶ મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા.
૧૧
તેથી મેં આગેવાનોની સાથે ઉગ્ર થઈને પૂછ્યું, “શા માટે ઈશ્વરના સભાસ્થાનને તુચ્છકારવામાં આવે છે? મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા.
૧૨
¶ પછી યહૂદિયાના સર્વ લોકો અનાજનો, દ્રાક્ષારસનો તથા તેલનો દસમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
૧૩
તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નીમ્યા તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓમાંનો પદાયા. તેઓના પછી માત્તાન્યાનો દીકરો ઝાક્કૂરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું.
Settings