Skip to content
લેવીય ૧૩:૪૭-૫૧

લેવીય ૧૩:૪૭-૫૧

૪૭
જો તે વસ્ત્ર કુષ્ટરોગના રોગના ચેપવાળું હોય, પછી તે ઊનના કે શણના વસ્ત્રનું હોય,
૪૮
તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાઘ હોય,
૪૯
તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનાવેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય, તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો અને તપાસ માટે યાજક પાસે લઈ જવો.
૫૦
યાજક તે રોગ તપાસે અને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે.
૫૧
સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી. જો તે રોગ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કુષ્ટરોગ સમજવો અને તે અશુદ્ધ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options