૧
¶ યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
૨
“જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
૩
ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
૪
“હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.