Skip to content
યર્મિયા ૧૧:૧૮-૨૩

યર્મિયા ૧૧:૧૮-૨૩

૧૮
યહોવાહે તે વિષે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું ત્યારે તેમણે મને તેઓનાં કામ બતાવ્યાં.
૧૯
ગરીબ ઘેટાંને કતલખાને દોરી જવામાં આવે તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી અને માંહોમાંહે કહેતા હતા કે, વૃક્ષો અને તેના ફળ સુદ્ધાં કાપી નાખીએ. અને તેના નામનું સ્મરણ ન રહે માટે તેને સજીવોની ભૂમિમાંથી કાપી નાખીએ. એ મેં જાણ્યું નહિ.
૨૦
પણ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ અદલ ન્યાયાધીશ અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમની પર તમે વાળેલો બદલો મને જોવા દો કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.
૨૧
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના જે માણસો કહે છે ‘જો તું યહોવાહના નામે પ્રબોધ ન કરે, તો તું અમારે હાથે માર્યો નહિ જાય.’
૨૨
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, હું તેઓને સજા કરીશ. તેઓના યુવાનો તલવારથી મરશે અને તેઓનાં દીકરાદીકરીઓ દુકાળમાં મરશે.
૨૩
પરંતુ તેઓમાં કોઈ પણ બાકી રહેશે નહિ. કેમ કે હું અનાથોથના માણસો પર આફત લાવીશ. એટલે તેઓ પર શિક્ષાનું વર્ષ લાવીશ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options