યશાયા ૨૫:૧-૫
૧
હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે.
૨
કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે, પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે.
૩
તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; દુષ્ટ દેશોનું નગર તમારાથી બીશે.
૪
જ્યારે દુષ્ટ લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે, ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર, તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો.
૫
સૂકી જગામાં તડકાની જેમ, તમે અજાણ્યાના અવાજને દબાવી દેશો; જેમ વાદળની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ દુષ્ટોનું ગાયન મંદ કરવામાં આવશે.
Settings