ઊત્પત્તિ ૨૯:૨૭-૩૦
૨૭
આ દીકરી સાથે નવવધુ તરીકેનું અઠવાડિયું પૂરું કર પછી બીજાં સાત વર્ષ તું મારી ચાકરી કરજે અને તેના બદલામાં અમે રાહેલને પણ તને આપીશું.”
૨૮
¶ યાકૂબે તે પ્રમાણે કર્યું અને લેઆ સાથે અઠવાડિયું પૂરું કર્યું. પછી લાબાને તેની દીકરી રાહેલ પણ યાકૂબને પત્ની તરીકે આપી.
૨૯
વળી લાબાને રાહેલની સેવા માટે બિલ્હા નામે દાસી પણ આપી
૩૦
યાકૂબે રાહેલ સાથે પણ લગ્ન કર્યું. તે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ રાખતો હતો. તેથી યાકૂબે બીજાં સાત વર્ષ લાબાનની ચાકરી કરી હતી.
Settings