ઊત્પત્તિ ૨૯:૧૫-૨૦
૧૫
¶ પછી લાબાને યાકૂબને કહ્યું, “તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામ કાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?”
૧૬
હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું.
૧૭
લેઆની આંખો નબળી હતી. રાહેલ દેખાવમાં સુંદર તથા ઘાટીલી હતી.
૧૮
યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો તેથી તેણે કહ્યું, “તારી નાની દીકરી, રાહેલને સારું સાત વર્ષ હું તારી ચાકરી કરીશ.
૧૯
¶ લાબાને કહ્યું, “બીજા કોઈને હું મારી દીકરી આપું તેના કરતાં હું તેને આપું તે સારું છે. મારી સાથે રહે.”
૨૦
યાકૂબે રાહેલને સારુ સાત વર્ષ સુધી લાબાનની સેવા કરી; તે સાત વર્ષ તેને બહુ ઓછા દિવસો જેવા લાગ્યાં, કેમ કે તે રાહેલને પ્રેમ કરતો હતો.
Settings