ઊત્પત્તિ ૨૫:૧-૬
૧
¶ ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.
૨
કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
૩
શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા.
૪
એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.
૫
¶ ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
૬
પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
Settings