Skip to content
એઝરા ૧:૪-૧૧

એઝરા ૧:૪-૧૧

તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે.”
તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.
તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યાં.
વળી નબૂખાદનેસ્સાર રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુ સામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી.
કોરેશ રાજાએ તેના ખજાનચી મિથ્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેશ્બાસારને ગણી આપી.
તેઓની સંખ્યા આ પ્રમાણે છે: સોનાની ત્રીસ થાળીઓ, ચાંદીની એક હજાર થાળીઓ અને ઓગણત્રીસ અન્ય પાત્રો,
૧૦
સોનાના ત્રીસ વાટકા, ચાંદીનાં અન્ય પ્રકારના એક હજાર વાટકાઓ તથા એક હજાર અન્ય પાત્રો.
૧૧
સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યા ત્યારે આ બધાં પાત્રો શેશ્બાસાર પોતાની સાથે લાવ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options