Skip to content
હઝકિયેલ ૪૬:૪-૮

હઝકિયેલ ૪૬:૪-૮

૪
વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.
૫
દરેક હલવાન માટે એક એફાહ ખાદ્યાર્પણ તથા દરેક હલવાન માટે ખાદ્યાર્પણ પોતાની શક્તિ મુજબ આપવું, દરેક એફાહ દીઠ હીન તેલ આપે.
૬
ચંદ્રદર્શનના દિવસે તે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરનાં છ હલવાનો તથા એક ઘેટો ચઢાવે.
૭
એક એફાહ બળદ માટે તથા એક એફાહ મેંઢા માટે અને પોતાની શક્તિ પ્રમાણે હલવાનો માટે દરેક એફાહ દીઠ એક હીન તેલ અર્પણ તરીકે ચઢાવે.
૮
સરદાર પ્રવેશ કરે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઈને જવું અને તે જ રસ્તે બહાર નીકળવું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options