Skip to content
નિર્ગમન ૨૮:૩૧-૩૮

નિર્ગમન ૨૮:૩૧-૩૮

૩૧
એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો અને તેની વચમાં માથા માટે ચીરો રાખવો.
૩૨
એ ચીરાની કિનાર ચામડાના જામાના ગળાની જેમ ફરતેથી ગૂંથીને સીવી લેવી, જેથી તે ફાટી જાય નહિ.
૩૩
અને જામાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી,
૩૪
જેને લીધે નીચલી કિનાર પર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે.
૩૫
જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાહના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.
૩૬
પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.
૩૭
એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.
૩૮
હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇઝરાયલીઓ જે પવિત્ર અર્પણો આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માથે લઈ લે અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવાહ પવિત્ર અર્પણથી પ્રસન્ન રહે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options