Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૧-૫૩

સ્તેફન સભા પર આરોપ મૂકે છે

પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૧-૫૩
૫૧
ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.
૫૨
પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.
૫૩
તે તમે, તે ન્યાયીને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options