Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧-૫

સનહેદ્રીન સમક્ષ પાઉલ

પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧-૫
૧
ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’”
૨
ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર (તમાચો) મારવાની આજ્ઞા કરી.
૩
ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’
૪
પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’
૫
ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options