પ્રેરિતોનાં ક્રત્યો ૨૨:૧૨-૧૩
૧૨
અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા.
૧૩
તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.