2 રાજઓ ૧૧:૪-૧૨
૪
¶ સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો.
૫
તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, “આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો, તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી,
૬
ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે.”
૭
¶ વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાહના સભાસ્થાનની ચોકી કરે.
૮
દરેક માણસે પોતાના હાથમાં હથિયાર રાખીને રાજાની આસપાસ ગોઠવાઈને ઊભા રહેવું. જે કોઈ તમારી હારની અંદર પ્રવેશે તેને મારી નાખવો. રાજા બહાર જાય ત્યારે અને અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું.
૯
¶ તેથી યહોયાદા યાજકે જે આજ્ઞા કરી તે પ્રમાણે સરદારોના શતાધિપતિઓએ કર્યું. દરેક માણસે વિશ્રામવારે કામ કરતા તથા વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકત્ર કર્યા અને તેઓને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા.
૧૦
દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાહના ઘરમાં હતાં તે યાજક યહોયાદાએ શતાધિપતિઓના સરદારોને આપ્યાં.
૧૧
¶ તેથી દરેક રક્ષક સિપાઈ પોતાના હાથમાં હથિયાર લઈને સભાસ્થાનની જમણી બાજુથી તે સભાસ્થાનની ડાબી બાજુ સુધી, વેદી તથા સભાસ્થાન આગળ રાજાની આસપાસ ચોકી કરતા હતા.
૧૨
પછી યહોયાદાએ રાજપુત્ર યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “રાજા ઘણું જીવો!”
Settings