1 શમુએલ ૧૭:૧-૩
૧
¶ હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.
૨
¶ શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
૩
પલિસ્તીઓ પર્વતની ઉપર એક બાજુએ પલિસ્તીઓ ઊભા રહ્યા અને પર્વતની ઉપર બીજી બાજુએ જ્યાં તેઓની વચ્ચે ખીણ હતી ત્યાં ઇઝરાયલીઓ ઊભા રહ્યા.
Settings