Skip to content

Neriah

10 કલમો · 3 કુટુંબના સભ્યો

Neriah નો ઉલ્લેખ કરતી કલમો

  1. અને માસેયાના દીકરા નેરિયાના દીકરા બારુખના હાથમાં મારા કાકાના દીકરા હનામેલના દેખતાં જે સાક્ષીઓએ વેચાણ ખત પર સહી કરી હતી, તેઓના દેખતાં તથા જે યહૂદીઓ ચોકીમાં બેઠેલા હતા. તે સર્વના દેખતાં મેં વેચાણખત સોંપ્યું.

  2. ¶ હવે નેરિયાના દીકરા બારુખના હાથમાં તે વેચાણખત સોંપ્યા પછી મેં યહોવાહને વિનંતી કરી કે,

  3. ¶ તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં.

  4. યર્મિયા પ્રબોધકે કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને યહોવાહના ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં.

  5. પછી સર્વ અધિકારીઓએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.” તેથી નેરિયાના દીકરા બારુખે ઓળિયું હાથમાં લઈને અમલદારો પાસે ગયો.

  6. ¶ ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના દીકરા બારુખ લહિયાને લખવા આપ્યું. અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું. તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજા ઘણાં વચનો પણ તેમાં ઉમેર્યાં.

  7. પણ ખાલદીઓ અમને મારી નાખે તથા અમને બાબિલના બંદીવાસમાં લઈ જાય. માટે તેઓના હાથમાં અમને સોંપી દેવા નેરિયાનો દીકરો બારુખ તને અમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.”

  8. સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને રાજાના દીકરીઓને અને સર્વ લોક જેને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને જે માણસોને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સોંપ્યાં હતા, તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક, નેરિયાના દીકરા બારુખ એ બધાને લઈને કારેઆનો દીકરો યહોનાન તથા સૈન્યોના સર્વ સરદારો

  9. ¶ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના શાસનકાળના ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના દીકરા બારુખે પ્રબોધક યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચનો પુસ્તકમાં લખ્યાં. પછી જે વચન યર્મિયા પ્રબોધક બોલ્યો તે આ છે,

  10. ¶ યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાના રાજા માસેયાના દીકરા નેરિયાનો દીકરા સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ છે. સરાયા તો લશ્કરનો મુખ્ય અધિકારી હતો.