Skip to content
લેવીય ૧૭:૩-૫

લેવીય ૧૭:૩-૫

‘જો કોઈ ઇઝરાયલી છાવણીમાં અથવા છાવણીની બહાર બળદ, હલવાન કે બકરાંને કાપે,
પરંતુ યહોવાહના મંડપની સામે યહોવાહને સારુ અર્પણ ચઢાવવા માટે મુલાકાતમંડપના દ્વારની પાસે તેને ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે; તેણે તો રક્ત વહેવડાવ્યું છે; તે પુરુષ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.
આ આજ્ઞા એ ઉદ્દેશથી આપવામાં આવી છે કે જેથી ઇઝરાયલી લોકો એક ખુલ્લાં મેદાનમાં બલિદાન કરવાના બદલે તે યહોવાહને માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે અને તે વડે તેઓ યહોવાહને માટે શાંત્યર્પણો કરે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options