Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૬:૯-૧૪

પ્રેરિતોનાં ક્રત્યો ૬:૯-૧૪

પણ લિબર્તીની કહેવાતી સભાસ્થાનમાંના, કુરેનીના, આલેકસાંદ્રિયાના, કિલીકિયાના તથા આસિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.
૧૦
પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.
૧૧
ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, અમે તેને મૂસાના નિયમશાસ્ત્ર તથા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ બોલતા સાંભળ્યો છે.
૧૨
તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.
૧૩
તેઓએ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્રસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુદ્ધ દુર્ભાષણ કર્યા કરે છે;
૧૪
કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options