1 કાળવ્રત્તાંત ૧૦:૨-૬
૨
પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાનને, અબીનાદાબને તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.
૩
શાઉલની સામે ભારે યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો.
૪
¶ ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર તાણીને મને વીંધી નાખ. રખેને એ બેસુન્નતીઓ આવીને મારું અપમાન કરે.” પણ તેના શસ્ત્રવાહકે ના પાડી, કેમ કે તે ઘણો બીતો હતો. તેથી શાઉલ પોતાની જ તલવાર પર પડીને મરણ પામ્યો.
૫
¶ જયારે શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો હતો, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરી ગયો.
૬
એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા.
Settings